ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 16 જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. આ મેચ બ્રિસ્ટલમાં રમાશે. ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ નવેમ્બર, 2014માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યાર પછી માત્ર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ જ ટેસ્ટ રમી છે. એટલે ખરેખર ભારતની મહિલા ક્રિકેટ માટે એક યુગાંતરકારી ઘટના છે. ભારતીય મહિલા ટીમે છેલ્લા 15 મહિનામાં માત્ર એક વન-ડે અને ટી20 સીરિઝ રમી છે.
ટીમે છેલ્લા કેટલાક વર્ષમાં વન-ડે અને ટી20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ટીમ 2020માં ટી20 વર્લ્ડ કપના ફાઈનલમાં પણ પહોંચી હતી. જોકે,ત્યાર પછી કોરોનાને લીધે ખેલાડીઓને રમવાની તક મળી નથી. હવે આ પ્રવાસ પછી ટીમ ઓસ્ટ્રેલિયા જવાની છે. ઈંગ્લેન્ડમાં ટીમ 1 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી20 મેચ રમવાની છે