આર્જેન્ટિનાના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીનો બાર્સેલોના સાથે 30 જૂને કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. હવે મેસ્સીના આગળ શું પ્લાન હશે એ અંગે કોઇને માહિતી મળી નથી. અત્યારે કોન્ટ્રાક્ટ અંગે ક્લબ અને મેસ્સી વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે 2019-20માં મેસ્સીએ ક્લબથી અલગ થવની વાત કરી હતી, એવામાં ફુટબોલ ફેન્સ પણ એજ વિચારમાં છે કે શું મેસ્સી ફરીથી કોન્ટ્રાક્ટ સાઇન કરશે કે પછી અન્ય ક્લબ સાથે જોડાશે?
2019-20 પછી ક્લબનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. ટીમને ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યૂનિખના હાથે ક્વાર્ટર ફાઇનલમાં 8-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાર્સેલોનાના ઇતિહાસમાં ક્લબ અને મેસ્સીની સૌથી મોટી હાર હતી. ત્યારપછી ટીમને નવો કોટ અને નવો પ્રેસિડેન્ટ પણ મળી ગયો છે. મેસ્સી સાથે વિવાદોમાં સપડાયેલા જોસેપ બાર્ટોમ્યૂને કાઢી મુકાયો છે.